નમસ્કાર મિત્રો આ લેખનો હેડિંગ વાંચીને તમને થતું હશે કે મહાભારત કાવ્ય અને ભગવાન વિષ્ણુને શું લેવાદેવા. પરંતુ હું જે શ્રેણી ચાલુ કરવા જઈ રહ્યો છું તેમાં જેમ જેમ તમે આગળ વાંચતા જશો તેમ તેમ તમને લાગશે કે ભગવાન વિષ્ણુ ના પાત્ર પરિચય વિના મહાભારતનું કાવ્ય અધુરું છે.
ભગવાન વિષ્ણુ
વૈદિક સમયથી જ ભગવાન વિષ્ણુને સમસ્ત વિશ્વની સર્વોચ્ચ શક્તિ તથા નિયંત્રણ કર્તા ના રૂપમાં સ્વીકાર કરવામાં આવેલા છે.
હિન્દુ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં, પરંપરાગત પૌરાણિક કથા ઓ અનુસાર વિષ્ણુ એ ભગવાનના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક છે. પુરાણોમાં, ત્રિમૂર્તિ વિષ્ણુને વિશ્વના પાલનહાર કહેવામાં આવે છે. ત્રિમૂર્તિ ના અન્ય બે સ્વરૂપો બ્રહ્મા અને શિવ તરીકે માનવામાં આવે છે. જ્યાં બ્રહ્મા બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે, અને શિવને વિનાશક માનવામાં આવે છે. વિષ્ણુ, શિવ અને બ્રહ્મા મૂળભૂત રીતે સમાન છે એવી માન્યતા પણ ખૂબ સ્વીકૃત છે. ન્યાયનું પાલન, અન્યાયનો વિનાશ અને જીવ ની પરિસ્થિતિ મુજબ યોગ્ય જીવન જીવવા માર્ગદર્શન આપવા વિવિધ સ્વરૂપો માં અવતાર ધારણ કરનારના રૂપમાં વિષ્ણુ ને અગ્રેસર માનવામાં આવે છે.
પુરાણો અનુસાર, વિષ્ણુની પત્ની લક્ષ્મી છે. કામદેવ એ વિષ્ણુ જીનો પુત્ર હતો. વિષ્ણુનું નિવાસ ક્ષિર સમુદ્ર છે. તેમનો પલંગ શેષનાગ ઉપર છે. તેમની નાભિમાંથી કમળ પેદા થાય છે, જેમાં બ્રહ્માજી સ્થિત છે.
વિષ્ણુજી ના નીચલા ડાબા હાથમાં પદ્મ (કમલ), નીચલા જમણા હાથમાં ગદા (કોમોદકી), ઉપરના ડાબે હાથમાં શંખ (પંચજન્ય) અને ઉપરના જમણા હાથમાં સુદર્શન ચક્ર છે. વિષ્ણુ નો મતલબ થાય છે વ્યાપકએટલે જ કહેવાય છે કે ભગવાન વિષ્ણુ કણકણમાં વ્યાપેલા છે વૈદિક પરંપરામાં ની સુક્તો ની સંખ્યા મુજબ જોવામાં આવે તો ભગવાન વિષ્ણુને બહુ મહત્વ આપવામાં આવ્યું નથી કારણ કે તેમનું સ્તવન સુધી ફક્ત પાંચ સુકતો માં કરવામાં આવી છે પરંતુ જો સંખ્યાને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેમના પર બીઝા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે તો તેનું ખૂબ જ મહત્ત્વ છે વિષ્ણુ નો અર્થ થાય છે ખૂબ જ વિશાળ શરીર વાળાબીજુ વિષ્ણુને વાણીના દેવતા માનવામાં આવે છે તેમના નિવાસ વાણીમાં છે પરંતુ તેમનું આવાસ જોવામાં આવે તો વૈકુંઠ ધામ છે.જે ખૂબ જ તેજોમય પ્રકાશ વિચરે છે અને અનેક સીંગોવાળી ગાયો ફરતી હોય છેવિષ્ણુ ભગવાનની બીજી એક લાક્ષણિકતા છે તેમની ઇન્દ્ર સાથેની મૈત્રી જે તેમને તેની વારંવાર મદદ કરવા પ્રેરણા કરે છેવળી તે બંનેને એકબીજાની શક્તિઓ થી યુક્ત માનવામાં આવે છે તેથી જ ઘણી વાર એવું કહેવામાં આવે છે કે વિષ્ણુ સોમ પાન કરે છે અને ઇન્દ્ર તીન પાદ કરે છે.
અહીંયા મહાભારત ના પાત્ર તરીકે ભગવાન વિષ્ણુ નો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કારણ કે બ્રહ્માનો જન્મ વિષ્ણુના ભગવાન નાભિકમલ થી થયો હતો. બ્રહ્માથી પેદા થયા અત્રી, અત્રીથી ચંદ્ર, ચંદ્ર થી બુધ અને બુધ થી ઇલાનંદન પુરૂરવા નો જન્મ થયો હતો. પુરુરવાથી રાજા આયું તથા રાજા આયુ થી નહુષ, રાજા નહુશાના છ પુત્રો જન્મ્યા યાતી,યયાતિ,સાયતી,અયાતી, વિયાતી અને કૃતિ. રાજા નહુષ એ સ્વર્ગ પર પણ શાશન કર્યું.
આ વંશાવલી માં જેમ જેમ આગળ જઈશું તેમ તેમ કુરુ વંશનો ઇતિહાસ છુપાયેલો જોવા મળશે. આ શ્રેણીના લેખ કુરુ વંશનાં પાત્રો વિશે લખવા ની તૈયારી કરતા એમ લાગ્યું કે ભગવાનનો વિષ્ણુ નો પરિચય આપ્યા વિના તથા તેમની વંસાવલી માં આવતા દરેક નો પરિચય આપ્યા વિના મહાભારતની કથા અધૂરી રહેશે એટલે મારાથી બનતો નમ્ર પ્રયાસ કર્યો છે. તો આ લેખ કેવો લાગ્યો તે જરૂર થી કૉમેન્ટ કરશો.
આ વંશાવલી માં જેમ જેમ આગળ જઈશું તેમ તેમ કુરુ વંશનો ઇતિહાસ છુપાયેલો જોવા મળશે. આ શ્રેણીના લેખ કુરુ વંશનાં પાત્રો વિશે લખવા ની તૈયારી કરતા એમ લાગ્યું કે ભગવાનનો વિષ્ણુ નો પરિચય આપ્યા વિના તથા તેમની વંસાવલી માં આવતા દરેક નો પરિચય આપ્યા વિના મહાભારતની કથા અધૂરી રહેશે એટલે મારાથી બનતો નમ્ર પ્રયાસ કર્યો છે. તો આ લેખ કેવો લાગ્યો તે જરૂર થી કૉમેન્ટ કરશો.
No comments:
Post a Comment