નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય ની શ્રેણીમાં આજનું પાત્ર છે બુધ પુત્ર પુરુરવા. પુરુરવા પ્રાચીન સમયના પ્રસિદ્ધ રાજા હતા જે બુધ અને ઈલા ના સંયોગથી પેદા થયેલા હતા એમની રાજધાની પ્રતિષ્ઠાનપુર માં ગંગા નદીના કિનારા પર પ્રયાગરાજમાં હતી. હરવંશ અને અન્ય પુરાણો અનુસાર દેવગુરુ બૃહસ્પતિ પત્ની તારા અને ચંદ્ર ના સંયોગથી બુધ ઉત્પન્ન થયો જે ચંદ્ર વંશ નો મૂળ પુરુષ હતો. બુધનો ઇલાની સાથે વિવાહ થયો જેના ગર્ભ થી પુરુંરવા પેદા થયા જે ખૂબ જ બુદ્ધિવાળા અને રૂપવાન હતા. નારદ ઋષિ ના મોઢે થી દેવ સભામાં તેમના વખાણ સાંભળીને અપ્સરા ઉર્વશી તેમના પર મોહિત થઇ ગઈ, અને તે પૃથ્વીલોક ઉપર આવવા માટે આતુર થઈ ગઈ.
ઋગ્વેદ અનુસાર સ્વર્ગની અપ્સરા ઉર્વશી અને મૃત્યુલોકના પુરુષ પુરુરવા ના પ્રેમ પ્રસંગની અજર અમર કથા ઇન્દ્રલોક અને પૃથ્વીલોકની અંતર સંબંધોની સ્પષ્ટ ઝલક પ્રસ્તુત કરે છે.જ્યારે ઇન્દ્રની સભામાં પુરુરવા ની ચર્ચા અપ્સરા ઉર્વશી એ સાંભળી ત્યારે તે મનમાં ને મનમાં તેમના ઉપર આસક્ત થઈ ગઈ. પૃથ્વીલોકના માણસ પર આસક્ત થવાને કારણે તેમના મિત્ર વરુણ અને અન્ય દેવતાઓ તેમના પર ક્રોધિત થઈ ગયા. અને તેમને પૃથ્વી પર પતિત થવાનો શ્રાપ આપ્યો. પૃથ્વીલોક પર પરમ દેવ સ્વરૂપ અને ક્રાંતિમય ઈલા ના પુત્ર પુરુરવા ઉર્વશી પર આસક્ત થઈ ગયા. તેમણે એ સુંદરીને પોતાની જીવનસંગિની બનાવી લીધી. પરંતુ સ્વર્ગ લોક થી ભ્રષ્ટ થયેલી ઉર્વશીએ તેના માટે ત્રણ શરતો રાખી.
1. પુરુરવા તેની સહમતિથી જ તેની સાથે સમાગમ કરી શકશે
2. તે કોઈ દિવસ તેને નગ્ન સ્વરૂપમાં દેખાશે નહીં
3. એક દિવસમાં ત્રણ વખત થી વધારે તે સમાગમ માણી શકશે નહીં.
ઋષિ પુરુષ પુરુરવા માટે આ ત્રણ શરતો સામાન્ય હતી અને તેનો સંયમ પાડવો તેમના માટે કઠિન ન હતો એટલા માટે તેમને હા પાડી દીધી અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યા. ઉર્વશી ના શયન કક્ષમાં બે ધેટાઓ રાખવામાં આવેલા હતા ,જેને તે પુત્રવત માનતી હતી. દેવતા ગણ અને ઇન્દ્ર સ્વર્ગમાં ખૂબ જ સૌંદર્યવાન ઉર્વશી ની અનુપસ્થિતિમાં દુઃખી રહેવા લાગ્યા,અને તેઓ ઉર્વશી ને પાછી લાવવાના ઉપાયો વિચારવા લાગ્યા. એક દિવસ વિશ્વા વસુ અને અન્ય ગંધર્વો ચોરીછૂપીથી ઉર્વશી ના ઘેટા ઓ નુ અપહરણ કરવા આવી ગયા.અહી શયન કક્ષ મા ઉર્વશીએ બુમરાણ મચાવી દીધી આ શોર બકોર સાંભળીને પુરુરવા ઉઠી ગયા અને ઘેટા ઓને ગાંધર્વો થી છોડાવી લીધા ત્યારે જ નક્કી કરેલા ષડયંત્ર મુજબ ગંધર્વો એ માયાથી પ્રકાશ ફેલાવી દીધો અને ઉર્વશીએ પુરુરવા ને નગ્ન અવસ્થામાં દેખી લીધા. ક્રોધ ની મારી ઉર્વશી શર્ત મુજબ સ્વર્ગ ચાલી ગઈ અને પુરુરવા તેને શોધતા રહી ગયા
એક દિવસ વિરહ વ્યાકુળ અને પ્રેમ મુગ્ધ પુરુરવા કુરુક્ષેત્રમાં વિશ્વ યોજન નામના રમણીક સરોવર પહોચ્યા તેમણે સરોવરમાં પૂર્વે ક્યાંય ના દેખી હોય તેવી હંસલિયો ને જળક્રીડા કરતા અને તેમાં મગ્ન થઈ જતા દેખી વાસ્તવમાં તે બધી સ્વર્ગની અપ્સરાઓ હતી જે બધી જલવિહાર કરવા પૃથ્વી પર ઉતરી આવી હતી.
પુરુરવા તેમની જળક્રીડા દેખીને ભાવવિભોર થતા રહ્યા અને થોડા સમય પછી તે હંસલી ઓ પૂર્વવત્ તેમના અપ્સરાઓના મૂળ સ્વરૂપ માં આવી ગઈ. પરંતુ હજી પણ એક હંસલી જળ માં જ વિહાર કરી રહી હતી, અને પુરુરવા ને દેખી રહી હતી તે ઉર્વશી અપ્સરા હતી. તેણે વિરહ વ્યાકુળ પુરુરવા ને પોતાની વિવશતા દર્શાવી, અને કહ્યું કે પૃથ્વી પર રહેવું તેના માટે સંભવ નથી એટલા માટે તે પોતાનો રાજકાજ સંભાળે અને તેને ભૂલી જાય ઉર્વશીએ તેને જીવિત રહેવાની પ્રેરણા આપી અને અંતર્ધ્યાન થઈ ગઈ .જતા જતા તે કહેતી ગઈ કે તે ગર્ભવતી છે અને એક વર્ષ પછી પોતાના સંતાનને દેખવા માટે આવે અને એક રાત્રી તેની સાથે વ્યતીત કરે અને પોતાના પુત્રને પોતાની સાથે લઇ જાય અને તેણી એ કહ્યું કે દેવતાઓનું વચન છે કે પુરુરવા મૃત્યુંજય થઈ જશે અને યજ્ઞ કરીને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિનો અધિકારી બની જશે.
એક વર્ષ વીતી ગયા પછી પુરુરવા ઉર્વશી ને મળવા સ્વર્ગમાં ગયા તેમનો અલૌકિક પ્રેમ જોઈને દેવ અને ગંધર્વો તેમના પર મુગ્ધ થઇ ગયા. તેમણે તેમને પવિત્ર અગ્નિ આપી અને કહ્યું આનાથી યજ્ઞ કરવા પર તમે પવિત્ર થઈ જશો અને તમે સ્વર્ગમાં રહી શકશો. થાળીમાં આપેલા અગ્નિદેવ અને પોતાના પુત્રને લઈને પુરુરવા પૃથ્વી પર પાછા આવી ગયા. આવતા સમયે તે થાળી અને અગ્નિને જંગલમાં ક્યાંક ભૂલી ગયા. જ્યારે તે તેને પાછી મેળવવા જંગલમાં ગયા ત્યારે તે તેમને ક્યાંય ન મળી કારણકે થાળી શમી વૃક્ષમાં અને અગ્નિ પીપળના વૃક્ષ માં પરીવર્તીત થઈ ગઈ હતી. પુરુરવા તેને મેળવવા વ્યાકુળ થઈને ફરતા રહ્યા. તેમની વ્યાકુળતા દેખીને ગંધર્વો એ તેમને દર્શન દીધા,અને કહ્યું કે ખોવાયેલી વસ્તુ પાછી મેળવી શકાતી નથી. પરંતુ તેને યજ્ઞ કરી પાછી મેળવી શકાય છે. અને ગંધર્વો એ તેમને યજ્ઞની વિધિ સમજાવી પુરુરવા એ પીપળના અને સમીના વૃક્ષ ના લાકડા ના મંથનથી યજ્ઞની અગ્નિ પ્રાપ્ત કરી. અને યજ્ઞ કરીને તે ગંધર્વ બન્યા, ગંધર્વો પ્રસન્ન થયા કારણકે પુરુરવાના પુરુષાર્થથી અગ્નિ ત્રણ પુણ્ય અંશોમાં સ્થાપિત થઈ આહવાનીય અગ્નિ, ગારહ્યપત્ય અગ્નિ અને દક્ષિણ અગ્નિ ક્ષત્રિય કુળના હોવા છતાં પણ, પુરુરવા એ બ્રાહ્મણત્વ ને ગૌરવવંતુ બનાવ્યું હતું તેથી ગંધર્વો ના વરદાનથી તે સૂર્ય ના સમકક્ષ પ્રતિષ્ઠિત થયા ઉર્વશી થી તેમને પવિત્ર ઉષા અને વાંછિત પુત્ર આયુ કુમારના રૂપમાં પ્રાપ્ત થયા અને દશે દિશાઓમાં દેવ અને ગંધર્વ લોકોમાં તેમની પ્રેમ કથા અજર અમર બની ગઈ
મહા યશસ્વી પુરુરવા મનુષ્ય થઈને પણ માનવેતર પ્રાણીઓથી ઘેરાયેલા રહેતા હતા. પોતાના બળ અને પરાક્રમ થી ઉન્મત્ત થઈને બ્રાહ્મણોની સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા. બિચારા ગરીબ બ્રાહ્મણ વાદવિવાદ કરતા રહેતા તોપણ તે તેમનું બધુજ ધન અને રત્નો છીનવી લેતા હતા. જન્મેજય બ્રહ્મલોક થી સનત કુમારો એ આવીને તેમને બહુ સમજાવ્યા કે બ્રાહ્મણો પર અત્યાચાર ન કરો પરંતુ તેમણે તેમની વાત ન માની ત્યારે ક્રોધથી ભરેલા તેમણે તાત્કાલિક શાપ આપ્યો જેનાથી તે નષ્ટ થઈ ગયા રાજા પુરુરવા લોભી અને બાહુબલી ના ઘમંડથી પોતાની વિવેક શક્તિઓ ખોઈ બેઠા હતા. પરંતુ તે જ પુરુરવા ગંધર્વ લોકોમાં સ્થિત ત્રિવિધ અગ્નીઓ અને અપ્સરા ઉર્વશી ને પૃથ્વીલોકો પર તે લાવ્યા હતા.
ઇલા નંદન પુરુરવાના છ પુત્રો હતા જેના નામ આયુ ,ધીમાન, અમાવસુ, દ્રઢાયુ, બનાયુ અને શતાયુ હતા આ બધા જ ઉર્વશી થી પેદા થયેલા પુત્ર હતા એમાંથી આયુ ના સ્વભાનુકુમારી ના ગર્ભ થી પાંચ પુત્રો પેદા થયેલા બતાવવામાં આવે છે જેના નામ નહુષ વૃદ્ધશર્મા, રજિ, ગય અને અનેના હતા આયુરનંદાં નહુષ ખૂબ જ બુદ્ધિવાળા અને સત્ય પરાક્રમી હતા.