Saturday, February 2, 2019

મહાભારત પાત્ર પરિચય - અત્રી પુત્ર ચંદ્ર અને ચંદ્ર પુત્ર બુધ

           નમસ્કાર મિત્રો મહાભારત પાત્ર પરિચય શ્રેણીમાં આજનો લેખ અત્રી પુત્ર ચંદ્ર વિષે છે. બ્રહ્માના પુત્ર અત્રિ એ બ્રહ્માના પુત્ર કર્દમ ની પુત્રી અનસુયા સાથે લગ્ન કર્યા હતા. તેની માતાનું નામ દેવહુતિ હતું. અત્રિ-અનસુયા થી એક પુત્ર જન્મ્યો જેનું નામ દત્તાત્રેય હતું. અત્રિ દંપતિ ની તપસ્યા અને ત્રિદેવો ની પ્રસન્નતાના ફળ સ્વરૂપ વિષ્ણુના અંશથી મહાયોગી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા તથા ભગવાન શંકરના અંશથી મહામુનિ દુર્વાસા નો જન્મ થયો હતો. તે સિવાય તેમને બ્રહ્મવાદિની નામની એક કન્યા પણ હતી.

ચંદ્રમા

           ચંદ્રમા બ્રહ્માના અંશથી પેદા થયેલા પુત્ર હતા. ચંદ્રને પ્રજાપતિ બ્રહ્મા એ ઔષધિઓનો જાણકાર બનાવ્યો હતો. પોતાના રાજ્યની મહિમા વધારવા માટે એક વાર ચંદ્રએ રાજસૂય યજ્ઞ કર્યો. આ યજ્ઞ ખૂબ સફળ રહ્યો આ રાજસુય યજ્ઞ ની સફળતાથી ચંદ્ર  એટલો અભીમાની થઈ ગયો કે તેણે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ની સુંદર પત્ની તારાનું હરણ કરી લીધું દેવ ઋષિ બૃહસ્પતિ પોતાની પત્નીને પાછી મેળવવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયા ત્યારે આ કાર્યમાં મદદ માટે દેવરાજ ઇન્દ્ર પાસે ગયા દેવરાજ ઇન્દ્ર એ ચંદ્રમાને ખૂબ સમજાવ્યો પરંતુ તે કોઈ પણ રીતે માન્યો નહી. ત્યારે બ્રહ્મા વગેરે બીજા અન્ય દેવતાઓએ પણ ચંદ્રમાને સમજાવવાની ખૂબ કોશિશ કરી તેમ છતાં પણ તેમને કોઈની વાત માની નહીં અને બૃહસ્પતિ પત્ની તારા ને પાછી સોંપવાનો સાફ ઇનકાર કરી દીધો તેનાથી ક્રોધિત થઈને દેવરાજ ઈન્દ્રએ વિશાળ સેના સાથે ચંદ્રમા પર ચડાઈ કરી.
          જેવી રીતે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ હતા હતા તેવી જ રીતે દાનવોના ગુરુ શુક્રાચાર્ય હતા બંને એકબીજાથી અદેખાઈ રાખતા હતા એ જ કારણે જ્યારે દેવરાજ ઈન્દ્રે દેવગુરુ બૃહસ્પતિનો પક્ષ લઈને જ્યારે ચંદ્ર પર ચડાઈ કરી તો દૈત્યગુરૂ શુક્રાચાર્યે ચંદ્રમાની સહાયતા માટે સેના લઈને રણ મેદાનમાં આવી ગયા શુક્રાચાર્યની સેના ખૂબ જ બળવાન હતી જેમાં જમ્ભ અને કુંભજેવા ભયંકર દૈત્ય સામેલ હતા. આ રીતે તારાને મેળવવા માટે દેવ અને દૈત્ય વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું જેને દેવાસુર સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. આ દેવાસુર સંગ્રામ એટલું ભયંકર હતું તે સંસારના બધા જ પ્રાણીઓ ક્ષુબ્ધ થઈ ગયા, અને બધા ભેગા થઈને બ્રહ્માજીની પાસે ગયા બ્રહ્માજીએ આ યુદ્ધમાં સંધિ કરાવીને યુદ્ધ ને શાંત કર્યું આ સંધિ વાર્તાને માનીને ચંદ્રએ તારાને દેવગુરુ બૃહસ્પતિને પાછી સોંપી દીધી
           જ્યારે તારા દેવગુરુ બૃહસ્પતિની પાસે પાછી આવી ત્યારે તે ગર્ભવતી હતી તેને ગર્ભાવસ્થામાં જોઈને બૃહસ્પતિના ક્રોધનો પાર ન રહ્યો અને ક્રોધિત થઈને તેઓ બોલ્યા મારા ઘરમાં રહેવું હોય તો મારે બીજાનું બાળક ન જોઈએ, તેને મારાથી દૂર કરો આમ કહેવા પર તારા એ દૂર ઝાડીઓમાં જઈને પેટ પર પ્રહાર કરી ગર્ભ ત્યાગી દીધો. જે ગર્ભ ને તારા એ ઝાડી ઓ માં ત્યાગી દીધો હતો તે સુંદર તેજધારી બાળક હતો. તે એટલો સ્વરૂપવાન હતો કે બધા જ દેવતાઓ નું તેજ તેની આગળ ફિકુ લાગતું હતું. સુંદર અને તેજ ધારી બાળક જોઈ ને ચંદ્રમાં અને બૃહસ્પતિ બંને મુગ્ધ થઈ ગયા હવે બંને તે બાળકને અપનાવવા માંગતા હતા એ વાતને લઈને તે બંનેમાં ખેંચાતાણી થઈ ગઈ અને વાત એટલી વધી ગઈ કે બંને ફરીથી દેવતાઓના શરણમાં જવું પડ્યું.
           બાળકને અપનાવવાની બંનેની ઉત્સ્તુક્તા દેખીને દેવતાઓને વહેમ પડ્યો અને વિસ્મય પામી ને તેઓ વિચારવા લાગ્યા કે આ બાળક કોનો પુત્ર છે? જ્યારે આ જાણકારી મેળવવા ના બધાજ ઉપાયો નાકામિયાબ રહ્યા ત્યારે તેમણે તારા ને બોલાવી ને પૂછ્યું કે હે દેવી તારા  સત્ય બોલી ને જણાવો કે તમારા ગર્ભથી ઉત્પન્ન થયેલો આ પુત્ર કોનો છે. આના પર સ્ત્રીસહજ લજ્જાને વશ થઈને તારા એ કંઈ પણ જવાબ ના આપ્યો અને ચૂપચાપ ઊભી રહી.                  દેવતાઓના વારંવાર પૂછવા પર પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. આમ જોઈને તારાનો પુત્ર ક્રોધિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે હે માતા જલ્દી બતાવો કે હું કોનો પુત્ર છું, નહિ તો હું તમને ભયંકર શાપ આપી દઈશ. શાપ થી થવા વાળા ભયંકર પરિણામોને ધ્યાનમાં રાખીને બ્રહ્માજીએ તે બાળકને તેમ કરવાની મનાઈ ફરમાવી, અને બ્રહ્માજી એ સ્વયં તારા ને પૂછ્યું કે હે દેવી બતાવો કે આ કોનો  પુત્ર છે. બ્રહ્માજીના પૂછવા પર તારાએ જણાવ્યું કે આ બાળક ચન્દ્રનો પુત્ર છે. તારા ના મોઢે થી આ સાંભળીને ચંદ્રની ખુશીનો કોઈ પાર ન રહ્યો પ્રસન્નતાથી ગદગદ થઇ જઈ હસતા હસતા બાળકને ગળે લગાડ્યો, પ્રેમથી તેના ગાલે ચૂમી લીધી અને લાડ ભર્યા શબ્દોમાં બોલ્યા હે વત્સ તું અતિ ઉત્તમ,અતિ સુંદર અને અતિ બુદ્ધિમાન છો એટલા માટે તમારું નામ હું બુધ રાખું છું. આ રીતે ચંદ્ર નો પુત્ર બુધ તરીકે વિખ્યાત થઈ ગયો. જેણે  ચંદ્રવંશની સ્થાપના કરી. આ વંશના રાજા પોતાને ચંદ્રવંશી તરીકે ઓળખાવે છે. જોકે ચંદ્ર અત્રિ ઋષિનાજ સંતાન હોવાને કારણે આત્રેય પણ ચંદ્રવંશી તરીકે ઓળખાયા. બ્રાહ્મણો માં એક ઉપનામ છે આત્રેય એટલે કે અત્રિના સંતાનો.
         બૃહસ્પતિ પત્ની તારાનું હરણ કરવાથી ચંદ્રમાં અને બૃહસ્પતિ વચ્ચે યુદ્ધ થયું અંતમાં ભગવાન બ્રહ્મા ના હસ્તક્ષેપને કારણે ચંદ્રમાએ તારા ને બૃહસ્પતિને પાછી સોંપી. ચંદ્રવંશના પ્રથમ રાજા નું નામ પણ સોમ હતું જેણે પ્રયાગ પર શાસન કર્યું હતું.
          અત્રી થી ચંદ્રમા , ચંદ્રમા થી બુધ, બુધ થી પુરુરવા, પુરૂર્વાથી આયુ, આયુ થી નહુષ, નહુષ થી યતિ, યયાતિ, સંયાતી, આયાતી, વિયાતિ અને કૃતિ નામના ૬ મહા બળશાળી અને વિક્રમી પુત્ર થયા. નહુષ નો મોટો પુત્ર યતી હતો જે સંન્યાસી થઈ ગયો, અને તેમનો બીજો પુત્ર યયાતિ રાજા થયો. અને તેનાથી જ ચંદ્રવર્ષ આગળ વધ્યો.
         યયાતિ ના પાંચ પુત્ર હતા જેમો દેવયાનીથી યદુ અને તુર્વસુ તથા શર્મિષ્ઠા થી દૃહનું, અનું અને પૂરું થયા. જેમાં યદુ થી યાદવ , તુર્વસુ થી યવન, દૃહનું થી ભોજ, અનુ થી મલેચ્છ અને પૂરું થી પૌરવ વંશ ની સ્થાપના થઇ.

No comments: